ભાતીગળ લોકકલા ભવાઈ ક્ષેત્રે મોટું પ્રદાન આપનાર કલાકારની વિદાયથી કલા જગતમાં શોકમોરબી અપડેટ : ગુજરાતની ભાતીગળ સાંસ્કૃતિક ધરોહર ગણાતી લોક ભવાઈ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચી ગામના ધુરંધર અને જાણીતા કલાકાર મણીભાઈ અમરશીભાઈ ભોરણીયા (વ્યાસ)નું 31/07/2026 (અષાઢ વદ બીજ, શુક્રવાર)ના રોજ દુઃખદ અવસાન થયું છે. લોક ભવાઈના આ નામી સિતારાના અવસાનથી કલા જગત, ચાહક વર્ગ તેમજ સમગ્ર વ્યાસ જ્ઞાતિમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.સ્વ. મણીભાઈ ભોરણીયા (વ્યાસ) ખાખરેચીના પ્રખ્યાત ખોડીયાર ભવાઈ મંડળના જૂના નાયક રહી ચૂક્યા હતા. તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, હાલાર પંથક તેમજ સમગ્ર ગુજરાત અને દેશભરમાં પોતાની ભવાઈ કળાથી વ્યાસ જ્ઞાતિનું નામ રોશન કર્યું હતું. નિખાલસ, નિર્દોષ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા આ કલાકારના અવસાનથી લોક ભવાઈ ક્ષેત્રે ક્યારેય ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે.બેસણુંસ્વ. મણિલાલ (મણીભાઈ) અમરશીભાઈ ભોરણીયા (વ્યાસ) તેઓ ગૌરંગ મણિલાલ ભોરણિયાના પિતાનું બેસણું તારીખ 03/08/2026 ને સોમવારના રોજ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી બજરંગવાડી, નારાયણ નગર, ખાખરેચી (તા. માળિયા, જિ. મોરબી) ખાતે રાખેલ છે.મોબાઈલ નંબર: • ગૌરંગ મણિલાલ ભોરણિયા (વ્યાસ) – મો. 9804736914 • અશ્વિન દેવશંકરભાઇ ભોરણીયા (વ્યાસ) – મો. 9054133354 • મહેશ દલસુખભાઈ ભોરણિયા (વ્યાસ) – મો. 9925791439#Morbi #MorbiUpdate #Maliya #Khakhrechi #BhavaiArtist #ManibhaiVyas #Obituary #MorbiNews #GujaratNews