મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા તાલુકાના નવા દેવગઢ ગામે કોળીવાસમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી શામજી ભુદરભાઈ પાટડીયા રહે.નવા દેવગઢ, પ્રવીણ રણધીરભાઈ ચાવડા રહે.નાની બરાર, દિનેશ ગેલાભાઈ સવસેટા રહે.નવા દેવગઢ, મુકેશ જેસંગભાઈ પાટડીયા રહે.જુના દેવગઢ અને આરોપી મહેશ નારણભારતી ગોસ્વામી રહે.નાની બજાર વાળાઓ જાહેરમાં તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.આરોપીઓના કબ્જામાંથી પોલીસે રોકડા રૂપિયા 11,580 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.