નવો પરિપત્ર માન્ય ન હોવાનું જણાવી ખેડુતોએ તેને રદ કરવાની માંગ ઉઠાવી મોરબી અપડેટ : મોરબી જિલ્લાના સોખડા ગામના ખેડૂતોએ MRC કમિટી માટે પોતાના પ્તિનિધિની નિમણૂક કરવાનો સખત વિરોધ કરી ઘસીને ના પાડી દીધી છે. આજે સાંજે સોખડા ગ્રામ પંચાયત ખાતે મળેલી ખેડૂતોની સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓએ લેખિતમાં સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેઓને 4/7/2026 ના રોજ બહાર પાડવામાં આવેલો પરિપત્ર માન્ય રાખતા નથી. અત્યારના ખેડૂતોએ આ પરિપત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ જ તેનો અસ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે. આમ છતાં, અધિકારીઓ દ્વારા MRC પ્રતિનિધિ નીમવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોનું કહેવું છે કે SDM અને મામલતદાર ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ પ્રતિનિધિ નીમવા માટે જેટલી મહેનત કરી રહ્યા છે, તેનાથી વર્તમાન સમસ્યાનો કોઈ નિકાલ આવવાનો નથી. તેના બદલે, જો ખેડૂતોની વ્યાજબી માંગણીઓ મુજબ ઊર્જા વિભાગ નવો પરિપત્ર બનાવે તે દિશામાં SDM અને મામલતદાર મહેનત કરે તો વધુ સારું રહેશે. ખેડૂતોએ જણાવ્યું છે કે જો અધિકારીઓ આ દિશામાં કામ કરશે તો તેમને ગામડે-ગામડે ભટકવું પડશે નહીં અને પ્રશ્નનો કાયમી ઉકેલ આવી જશે.#Morbi #MorbiUpdate #SokhadaVillage #FarmersProtest #MRCGujarat #MorbiNews #GujaratFarmers #MorbiDistrict