10 જેટલા ગામના 50 થી વધુ ખેડૂતોએ શિબિરનો લાભ લીધો: ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોને માહિતગાર કરાયામોરબી: ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા ખેડૂતો માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લામાં પોપટભાઈ સવજીભાઈના ખેતરમાં આ શિબિર યોજાઈ હતી. જેમાં દાદા લાડની કટીંગ પદ્ધતિ વિશે ખેડૂતોને પ્રત્યક્ષ રીતે શીખવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ પ્રદેશના પૂર્ણકાલીન કાર્યકર રામુભાઈ શેરસીયા, દાદા લાડ કપાસ પદ્ધતિના પ્રચારક ગીરીશભાઈ મંગળભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા ટીમના અધ્યક્ષ બાબુલાલ એલ સીણોજીયા, નાથાલાલ આર ઢેઢી, આશિષભાઈ કગથરા, દાજી બાપુ માથક અને વૈજ્ઞાનિક ઉસ્માનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ શિબિરમાં તાલુકા ટીમ તેમજ આજુબાજુના 10 જેટલા ગામોના આશરે 50 જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આવનાર સમયમાં ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને ખેડૂતોની આવકમાં ઓછા ખર્ચે વધુ વધારો કેવી રીતે થાય તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #BharatiyaKisanSangh #FarmersCamp #Agriculture #DadaLadMethod #MorbiNews #GujaratFarmers