જિલ્લા કક્ષાએ 300 થી 400 જેટલી અરજીઓ 45 દિવસથી પેન્ડિંગ હોવાથી લોકો મુશ્કેલીમાં; શાળા પ્રવેશ, પાસપોર્ટ અને સરકારી યોજનાઓના કામો અટક્યા: જૂની વ્યવસ્થા અમલમાં મૂકવા માંગપેન્ડિંગ અરજીઓનો વિશેષ ઝુંબેશ ચલાવી નિકાલ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ઉગ્ર માંગમોરબી: જૂના જન્મ-મરણના દાખલા મેળવવા માટે હાલમાં અમલમાં આવેલી નવી ઓનલાઈન એપ્રુવલ પ્રક્રિયાથી અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે મોરબી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ રંજનબેન ગૌતમભાઈ હડીયલ અને પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ કરમશીભાઈ હડીયલ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મોરબી જિલ્લા કલેક્ટરને ઈમેલ મારફતે એક ખુલ્લો પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, હાલની વ્યવસ્થામાં અરજદારે પ્રથમ CRS પોર્ટલ પર અરજી કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે. ત્યારબાદ આ અરજી મંજૂરી માટે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે, મોરબી જિલ્લામાં 400 થી વધુ અરજીઓ 45 દિવસથી મંજૂરીની રાહમાં પેન્ડિંગ પડી છે. દાખલાઓ સમયસર ન મળવાને કારણે સામાન્ય નાગરિકોને શાળા-કોલેજ પ્રવેશ, પાસપોર્ટ, આધારકાર્ડ, પેન્શન અને અન્ય સરકારી યોજનાઓ તેમજ કાનૂની કાર્યોમાં ભારે મુશ્કેલી પડી રહી છે.પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ વિલંબ પાછળ સંબંધિત અધિકારીઓની બેદરકારી અને અપૂરતી વહીવટી વ્યવસ્થા સીધી રીતે જવાબદાર છે. સરકાર એક તરફ ઝડપી અને પારદર્શક સેવાઓના દાવા કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. અગાઉ તલાટી કમ મંત્રી દ્વારા રજીસ્ટરની ચકાસણી કરીને ઝડપથી દાખલા ઈસ્યૂ કરવામાં આવતા હતા, પરંતુ નવી કેન્દ્રિત પ્રક્રિયાથી લોકોનો અસંતોષ વધ્યો છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નીચે મુજબની 5 મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે:અગાઉની જેમ જ તલાટી કમ મંત્રીને જરૂરી ચકાસણી કર્યા બાદ જૂના જન્મ-મરણના દાખલાઓ ઈસ્યૂ કરવાની સત્તા તાત્કાલિક અસરથી પરત આપવામાં આવે.જો હાલની એપ્રુવલ પદ્ધતિ જ ચાલુ રાખવાની હોય તો જિલ્લા કક્ષાએ વધારાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને તાલુકા કક્ષાએ પણ એપ્રુવલ માટેની સત્તા આપવામાં આવે.45 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ પડેલી તમામ અરજીઓનો વિશેષ ઝુંબેશ (કેમ્પ) ચલાવીને તાત્કાલિક નિકાલ કરવામાં આવે.જે અધિકારીઓના સ્તરે અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ પડી છે તેમની જવાબદારી નક્કી કરીને યોગ્ય વહીવટી કાર્યવાહી કરવામાં આવે.નાગરિકોને સમયમર્યાદામાં સેવા મળી રહે તે માટે એકદમ સરળ, ઝડપી અને વિકેન્દ્રિત વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે.#Morbi #MorbiUpdate #BirthDeathCertificate #GujaratGovernment #MorbiDistrictPanchayat #GramPanchayat #PendingApplications #MorbiNews #LocalNews