પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનમાં ભીડને ધ્યાને રાખીને ઓગસ્ટથી નવેમ્બર સુધી 2 વધારાના ડબ્બા જોડવા નિર્ણય કરાયો : હવે ટ્રેનમાં કુલ 13 કોચ રહેશેમોરબી અપડેટ: મુસાફરોની સુવિધા અને ટ્રેનોમાં રહેતા વધારાની ભીડભાડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ–વેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર વધારાના કોચની વિગત નીચે મુજબ છે:• ટ્રેન નંબર 59421 રાજકોટ–વેરાવળ લોકલ: તારીખ 02/08/2026 થી 31/10/2026 સુધી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.• ટ્રેન નંબર 59422 વેરાવળ–રાજકોટ લોકલ: તારીખ 03/08/2026 થી 01/11/2026 સુધી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.આ નવી વ્યવસ્થાના પરિણામે આ બંને ટ્રેનોમાં હવે કુલ 13 કોચ રહેશે, જેમાં 11 જનરલ કોચ અને 2 લગેજ વાન કોચ સામેલ છે. જેનાથી મુસાફરોને બેસવા માટે વધુ જગ્યા મળશે અને સુગમતા રહેશે. ટ્રેન સંબંધિત વધુ અને વિગતવાર માહિતી માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અપીલ કરાઈ છે.#Morbi #MorbiUpdate #RajkotRailway #RajkotVeravalLocal #IndianRailways #WesternRailway #MorbiNews8 #GujaratNews