બાંધકામ વિભાગ રાજકોટના માર્ગદર્શન હેઠળ મોરબી જેટકો બાંધકામ પેટા કચેરી (ઇલેક્ટ્રિકલ અને સિવિલ) ના સ્ટાફ દ્વારા વૃક્ષો વાવી તેના સંરક્ષણની પ્રતિજ્ઞા લેવાઈમોરબી અપડેટ : આજ રોજ તા. 30/07/2026 ના રોજ, બાંધકામ વિભાગ રાજકોટ કચેરીના માર્ગદર્શન હેઠળ, જેટકો બાંધકામ પેટા કચેરી (ઇલેક્ટ્રિકલ) અને (સિવિલ) સબ ડિવિઝન મોરબીના સ્ટાફ દ્વારા પર્યાવરણના જતન માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત આજે 220KV પીપળી સબ સ્ટેશન કોલોની કમ્પાઉન્ડ પરિસરમાં વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હાજર તમામ સ્ટાફ દ્વારા આ વૃક્ષોના સંરક્ષણ અને ઉછેર માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.'માતાના નામે એક વૃક્ષ' અભિયાન પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ જરૂરી છે. આ અભિયાન ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં, પૃથ્વીનું તાપમાન ઘટાડવામાં, ભૂગર્ભજળનું સ્તર વધારવામાં અને પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સક્ષમ બનશે તેમાં કોઈ શંકા નથી.વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ ઇજનેર એમ લ. જે. ગામી (બાંધકામ), એમ.બી. પટેલ (સિવિલ), અને જુનિયર ઇજનેર સિવિલ એન. સી. બરાસરા તથા જુનિયર ઇજનેર એસ.સી. વિરમગામા, સી. ડી. ધરોડીયા અને સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત સૌએ અપીલ કરી હતી કે ચાલો આપણે સૌ સાથે મળીને 'એક પેડ મા કે નામ' અભિયાનને સફળ બનાવીએ અને ભારતમાતાને હરિયાળી બનાવવામાં આપણું યોગદાન આપીએ.#Morbi #MorbiUpdate #MorbiNews #EkPedMaaKeNaam #TreePlantation #GETCO #Environment #PipliSubStation