મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ ત્રણ દરોડા પાડી ભડિયાદ રોડ, ઘુંટુ રોડ તેમજ ટીંબડી પાટિયા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ આરોપીઓને રોકડ તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે વરલી મટકાના ત્રણ જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં પ્રથમ કાર્યવાહીમાં ટીંબડી પાટિયા પાસેથી આરોપી જયેશ ભુપતભાઇ વિરાણી રહે.વીસીપરા વાળાને રૂપિયા 240 સાથે, બીજા દરોડામાં દિનેશ રવજીભાઈ કગથરા રહે.ભડિયાદ રોડ વાળાને 555 કારખાના પાસેથી રોકડા રૂપિયા 650 સાથે તેમજ ત્રીજા દરોડામાં આરોપી સંજય ઉર્ફે ગોમત અવચરભાઈ જંજવાડિયા રહે.વીસીપરા વાળાને જાહેરમાં વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ.150 સાથે ઝડપી લઈ ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.