મોરબી: મોરબીના અત્યંત ધમધમતા એવા લાતી પ્લોટ મેઈન રોડ ઉપર ગટરની ખુલ્લી કુંડીથી સ્થાનિકો અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. આ વિસ્તારમાં દરરોજ જલારામ અન્નક્ષેત્રમાં જમવા આવતા વૃદ્ધો, શ્રદ્ધાળુઓ તેમજ અન્ય નાગરિકોની મોટી અવરજવર રહે છે, છતાં તંત્ર દ્વારા આ ખુલ્લી ગટર પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.સ્થાનિક નાગરિકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 2 વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં સુવિધાના નામે મીંડું છે. જનતા પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે અને સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, તો પછી આ રૂપિયા ક્યાં વપરાય છે? સામાન્ય ગટરના ઢાંકણા બંધ કરવાની પ્રાથમિક કામગીરી પણ કેમ કરવામાં આવતી નથી?જાગૃત નાગરિકે મેયર અને કમિશ્નરને અપીલ કરી છે કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. સાથે જ તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ખુલ્લી ગટરના કારણે કોઈ નાગરિક સાથે દુર્ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મોરબી મહાનગરપાલિકાની રહેશે અને તંત્ર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMahanagarpalika #CivicIssue #GujaratNews #MorbiCity