મનોજ પનારા સામાજિક વૈમનસ્ય ફેલાવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે લોકોએ રેલી કાઢી આવેદન આપ્યુંમોરબી : મોરબી જિલ્લામાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામાજિક વૈમનસ્ય ફેલાવતા હોવાના આક્ષેપ સાથે નિલેશ એરવાડિયા સહિતના દ્વારા સર્વ સમાજના નેજા હેઠળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.આવેદનપત્રમાં કરાયેલી રજૂઆતમાં મનોજ પનારા પર વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો કરવા અને યુવાનોને ઉશ્કેવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે માટે BNS કલમ 196 મુજબ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનોજ પનારા અને અન્ય 7 લોકો સામે FIR પણ દાખલ થયેલ છે. જેમાં તેની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.રેલીમાં જોડાયેલા નીલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો એકબીજા સાથે નૈતિક અને સામાજિક વ્યવહારો ધરાવે છે. મોરબી જિલ્લામાં એકતા અને શાંતિ જળવાઈ રહે અને કોઈ જ્ઞાતિવાદના ઝઘડા ન થાય તે હેતુથી આ આવેદન આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મોરબીમાં કોઈ જાતિવાદી કીડાઓ હોય તો ડીડીટી દવા છાંટીને તેનો ઈલાજ કરવો જોઈએ. તેવી માંગ છે.આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના મેમ્બર રામભાઈ ગોજીયાએ જણાવ્યું હતું કે મનોજ પનારા પોતાની પ્રસિદ્ધિ માટે સમગ્ર હિન્દુ સમાજમાં ભાગલા પડાવવાનો અને વર્ગવિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમની સામે ગુનો નોંધાયો છે પણ ધરપકડ થઈ નથી. તેમણે મનોજ પનારાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. વધુમાં આક્ષેપ કર્યો હતો કે મનોજ પનારા 15 થી 25 ગાડીઓના ટોળા લઈને લોકોને ડરાવવા જાય છે અને તેના એક વીડિયોમાં તે ખુલ્લેઆમ પિસ્તોલ પણ માંગી રહ્યો છે. મોરબીના સર્વ સમાજે એક થઈને મનોજ પનારાને જડબાતોડ જવાબ આપ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CollectorMorbi #ManojPanara #SarvaSamaj #GujaratNews #MorbiCity