પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજીના દર્શન કરી ગુરૂ મહિમાની ઉજવણીમાં સહભાગી થયામોરબી અપડેટ : મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય તાજેતરમાં મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ગુરૂપૂર્ણિમાના પવિત્ર અવસર પર તેમણે મોરબી નજીક આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ખોખરા હનુમાનજી હરીહર આશ્રમ ખાતે શિશ નમાવ્યું હતું.આ મુલાકાત દરમિયાન કૈલાશ વિજયવર્ગીયએ પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજીના દર્શન કરી ગુરૂપૂજન, ગુરૂ સેવા અને આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે આ પ્રસંગે ગુરૂ મહિમાનું મહત્વ સમજાવતા ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે આશ્રમ પરિસરમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, સ્થાનિક રાજકીય અગ્રણીઓ તેમજ હજારો ગુરૂભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના મંત્રીની આ મુલાકાતને લઈને સ્થાનિક ભાજપ સંગઠન અને આશ્રમ પરિવાર દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #Morbi #KailashVijayvargiya #KhokhraHanumanDham #GuruPurnima #KanakeshwariDeviji #MorbiNews #GujaratNews