1 થી 28 જુલાઈ દરમિયાન સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો, SHE Teamની સેવાઓ અને 'રાહવીર યોજના' અંગે લોકોને માહિતગાર કરાયામોરબી અપડેટ : ગુજરાત પોલીસના DGP જી. એસ. મલિકના નેતૃત્વ હેઠળ તેમજ કચ્છ બોર્ડર રેન્જના IG ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને મોરબી સીટી બી ડિવિઝન PI જે. ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ તા. 01/07/2026 થી 28/07/2026 દરમિયાન “Operation SURAKSHIT CYBER SPACE” અંતર્ગત મોરબી શહેરમાં વ્યાપક સાયબર સુરક્ષા જનજાગૃતિ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ 28 દિવસીય અભિયાન દરમિયાન IT Expert મહેશભાઈ સોલંકી દ્વારા મોરબી શહેરની શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, સરકારી કચેરીઓ, ઉદ્યોગો, હોટલો અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં સતત સાયબર જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને નાગરિકોને ડિજિટલ સુરક્ષા અંગે વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સેમિનાર દરમિયાન વર્તમાન સમયમાં વધતા સાયબર છેતરપિંડીના બનાવો સામે બચવાના ઉપાયો, OTP અને UPI ફ્રોડ, સોશિયલ મીડિયા સિક્યુરિટી, મોબાઇલ તથા બેંકિંગ સુરક્ષા, 1930 Cyber Helpline અને National Cyber Crime Reporting Portal અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ વિભાગની SHE Team દ્વારા મહિલા સુરક્ષા અને કાનૂની સહાય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. તેમજ માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને 'ગોલ્ડન અવર'માં સમયસર સારવાર મળી રહે તે માટે સરકારની 'રાહવીર યોજના' અંગે પણ નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર માહિતી આપવાનો જ નહીં, પરંતુ દરેક નાગરિકમાં સાયબર સુરક્ષા પ્રત્યે સજાગતા, મહિલા સુરક્ષા પ્રત્યે વિશ્વાસ અને માર્ગ સુરક્ષા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાનો હતો. 'જાગૃત નાગરિક – સુરક્ષિત સમાજ – સુરક્ષિત ગુજરાત'ના સૂત્રને સાર્થક કરતી મોરબી પોલીસની આ સફળ પહેલને સ્થાનિક નાગરિકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CyberSecurity #CyberCrime #OperationSurakshitCyberSpace #MorbiNews #GujaratPolice #GujaratNews