અમરનગર, ભરતનગર, નવા સાદુરકા અને લક્ષ્મીનગરના ખેડૂતોનો વિરોધ: 9 પુરુષો અને 13 મહિલાઓ ઉપવાસ પર બેઠામોરબી અપડેટ : જેતપર સ્થિત ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે વીજ લાઈન સામે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલનમાં આજે 30-07-2026ના રોજ અમરનગર, ભરતનગર, નવા સાદુરકા અને લક્ષ્મીનગર ગામના 350થી વધુ ભાઈઓ, બહેનો અને વડીલો પહોંચ્યા હતા. આ આંદોલન અંતર્ગત ખેડૂતોની માંગણીઓ માટે 9 પુરુષો અને 13 મહિલાઓ મળીને કુલ 22 લોકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહિલાઓ દ્વારા રામધૂન તેમજ ભજન-કીર્તન સાથે અહિંસક અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. #Morbi #MorbiUpdate #Jetpar #KhedutSatyagrah #FarmerProtest #MorbiNews #GujaratNews