જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા અને પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ મંદિરોમાં પૂજન-અર્ચન કરી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરીમોરબી અપડેટ : ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નેતાઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ મોરબી તથા વાંકાનેર પંથકના વિવિધ પ્રસિદ્ધ મંદિરો, મઠો અને આશ્રમો ખાતે દર્શન-પૂજન કરી સંતો-મહંતોના ભાવપૂર્વક આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાનો ધાર્મિક પ્રવાસગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ માટેલ સ્થિત ખોડિયાર માતાજીના દર્શન કરી મહંત રણુબાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે વાંકાનેર ખાતે આવેલ નાગાબાવા આશ્રમ ખાતે દર્શન કરી મહંત જીગ્નેશગીરી બાપુ, વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે દર્શન કરી અશ્વિનભાઈ રાવલ, તિથવા સ્થિત ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી મહંત હરિદાસબાપુ તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી મહંત જીતુબાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.તમામ તીર્થસ્થળો પર શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરીને જયંતીભાઈ રાજકોટીયા અને ઉપસ્થિત સૌ કાર્યકરોએ દેશ અને રાજ્યની નિરંતર પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક પ્રવાસ દરમિયાન મોરબી જિલ્લા ભાજપ તેમજ વાંકાનેર તાલુકા ભાજપના વિવિધ હોદ્દેદારો, ક્ષેત્રીય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાની ઉપસ્થિતિમાં પૂજન-અર્ચનબીજી તરફ, મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ પણ ગુરુ પૂર્ણિમા પ્રસંગે મોરબી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનો અને મંદિરોની મુલાકાત લીધી હતી. તેમણે વાવડી સ્થિત કબીર આશ્રમ ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત તેમણે સ્વામિનારાયણ મંદિર તેમજ લજાઈ ખાતે આવેલ પ્રખ્યાત જોગ આશ્રમ ખાતે ઉપસ્થિત રહી સંતો-મહંતોનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.આ ધાર્મિક પ્રસંગે તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદળીયા, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ જણાવ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વર્ષો જૂની પરંપરા રહી છે કે તેઓ દેશ અને ધર્મમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ભાજપના કાર્યકરો તમામ ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરીને સંતો-મહંતોના આશીર્વાદ મેળવીને જનસેવાના કાર્યોમાં આગળ વધતા હોય છે.' ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે સંતોના આશીર્વાદથી સમગ્ર મોરબી જિલ્લામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #GuruPurnima #BJP #GujaratBJP #Wankaner #MorbiBJP