લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ અને જલારામ ધામના સેવકો દ્વારા 'સૌરાષ્ટ્રના સાવજ'ને શ્રદ્ધાંજલિ અર્પણ : કૃષિતભાઈ સુવાગીયા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરાઈમોરબી અપડેટ : સૌરાષ્ટ્રનું ગૌરવ અને નિડર લોકસેવક ગૌ.વા. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાનો જન્મ 8-11-1958 ના રોજ થયો હતો. પોતાના જીવનકાળ દરમિયાન સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપી તેમણે સમગ્ર સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું હતું. 29-7-2019 ના રોજ તેમના અવસાન બાદ પણ તેમના દ્વારા કરાયેલા કાર્યોની સુવાસ આજે પણ પ્રસરેલી છે. 29-7-2026 ના રોજ તેમની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી ખાતે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મોરબીના ત્રાજપર સ્થિત ક્રિષ્ના પેટ્રોલિયમ વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા વિવિધ માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદ થકી જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.આ તકે લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ કૃષિત મંગળજીભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા, અનિલભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા, કિશોરભાઈ સુવાગીયા, નરેન્દ્રભાઈ સંઘાત, નીતિનભાઈ ડોબરીયા, શ્યામભાઈ ભાખર, કાર્તિકભાઈ ભાખર, કેયુરભાઈ ભાખર, હરમીનભાઈ રાબડિયા, મુકેશભાઈ રામાણી, ધર્મેશભાઈ રામાણી, મયુરભાઈ રામાણી, ભરતભાઈ પટેલ અને રવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી અને જયંતભાઈ રાઘુરા સહિતના અગ્રણીઓ અને સેવકોએ ઉપસ્થિત રહી સૌરાષ્ટ્રના મહાન લોકસેવક વિઠ્ઠલભાઈ રાદડીયાને ભાવાંજલિ અર્પણ કરી હતી.#Morbi #MorbiUpdate #VitthalbhaiRadadiya #JalaramDham #MorbiNews #LeuvaPatelSamaj #GujaratNews