વિદ્યાર્થીઓએ આચાર્ય અને શિક્ષકોનું પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી કર્યું સન્માન: ગુરુજનોએ પાઠવ્યા આશીર્વાદમોરબી અપડેટ: ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અનન્ય અને વંદનીય છે, આ ભાવનાને ચરિતાર્થ કરતા બગથળાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર અને ભાવસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય હેતલબેન ગેડીયા તેમજ શિક્ષકગણ સોજીત્રા સાહેબ, ધર્મિષ્ઠાબેન, શીતલબેન અને દીપ સાહેબને જ્ઞાનના પ્રતીક સમાન પુસ્તક અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ ગુરુઓ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને આદરભાવ વ્યક્ત કરી ભાવપૂર્વક ગુરુવંદના કરી હતી.આ ઉજવણી પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાના પાવન પર્વનું મહત્વ સમજાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા. માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરતી બગથળા સરકારી શાળામાં યોજાયેલ આ ઉજવણીથી સમગ્ર શાળા પરિવારમાં એક પવિત્ર અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે સૌએ ગુરુજનોનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.#Morbi #MorbiUpdate #GuruPurnima #Bagathala #Education #SchoolCelebration #Gujarat