વાંકાનેર : વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાંથી ગત તા.26 જુલાઈના રોજ ફરિયાદી ડોકટર મનસુખભાઇ પોપટભાઈ બોચિયા ઉ.50ની માલિકીની રૂપિયા 3 લાખની કિંમતની જીજે - 36 - એલ - 1975 નંબરની ઇકો કાર કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી નાસી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.