અરજદારોની અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા મામલતદાર અને પ્રાંત કચેરીને નિર્દેશ : નગરપાલિકા, DILR અને તાલુકા પંચાયતની સમીક્ષા કરી જમીન અને સહાયને લગતા પ્રશ્નો સત્વરે ઉકેલવા તાકીદમોરબી અપડેટ : સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી, પારદર્શી અને અસરકારક બને તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા 30 જુલાઈ, 2026ના રોજ વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરે વાંકાનેર મામલતદાર અને પ્રાંત કચેરીની તપાસ હાથ ધરીને અરજદારોની વિવિધ શાખાઓની અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા હતા.આ ઉપરાંત, તેમણે વાંકાનેર નગરપાલિકા ખાતે વેરા વસૂલાત અને જન્મ-મરણ નોંધણી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ DILR કચેરી ખાતે સિટી સર્વે નોંધ અને વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારના પાત્ર લાભાર્થીઓને રહેણાંક પ્લોટ-મકાન સહાય મળે તથા ગામતળ, સ્મશાન અને કબરસ્તાન જેવી જમીન માંગણીઓના પ્રશ્નો સત્વરે ઉકેલાય તે અર્થે સઘન કાર્યવાહી કરવા કલેક્ટરે સ્પષ્ટ તાકીદ કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #Wankaner #MorbiCollector #SwapnilKhare #GujaratNews #MorbiNews #PublicService