મોરબી : મોરબી શહેરના લખધીરપુર રોડ પરથી કેનાલ પસાર થાય છે. ત્યાં આજે કેનાલ પાસેથી એક ડમ્પર પસાર થતું હતું અને અચાનક કોઈ કારણોસર ડમ્પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ડમ્પર સીધું કેનાલમાં ખાબક્યું હતું. જે બનાવમાં ડમ્પર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી તેવી માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ હતી. જોકે ડમ્પર કેનાલમાં ખાબકતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.