'Let's Break It Down' થીમ હેઠળ 100 જેટલા લાભાર્થીઓને હિપેટાઇટિસ, ટીબી, એચઆઇવી અને લેપ્રસી સહિતના રોગો અંગે માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : 'Let's Break It Down' થીમ હેઠળ વિશ્વ હિપેટાઇટિસ દિન – 28 જુલાઈ, 2026 ની ઉજવણી નિમિત્તે સીડીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવ તેમજ ડીટીઓ ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન મુજબ મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે અંદાજે 100 જેટલા લાભાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોશી દ્વારા લાભાર્થીઓને હિપેટાઇટિસ B અને C, HIV/AIDS, સિફિલિસ, ટીબી, લેપ્રસી જેવા રોગો, હિપેટાઇટિસ રોગના પ્રકારો, લક્ષણો, રસીકરણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સારવાર સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જનજાગૃતિ અર્થે IEC સામગ્રી પણ દર્શાવવામાં આવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિપેટાઇટિસ અંગે લોકોમાં જાગૃતિ વધારવી, સમયસર તપાસ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા તેમજ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો.#Morbi #MorbiNews #WorldHepatitisDay #LetsBreakItDown #HealthAwareness #HepatitisAwareness #GujaratNews