વડીલોની સેવા એ જ સાચી ગુરુદીક્ષા છે, યુવાનો અને બહેનો સંગઠિત રહેવા અનુરોધ: મહંત ભાવેશ્વરી બેનનો સંદેશમોરબી અપડેટ: મોરબીના પ્રખ્યાત રામધન આશ્રમ ખાતે આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે આસ્થા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના આ વિશેષ પર્વ નિમિત્તે જગતગુરુઓને વંદન કરવામાં આવ્યા હતા અને આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ રામધન આશ્રમ ખાતે સવારથી જ વ્યાસપૂજન, પોથીપૂજન તેમજ કુમારિકા પૂજન અને મહાપ્રસાદ સાથે સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.આ પ્રસંગે મહંત ભાવેશ્વરી બેન દ્વારા ઉપસ્થિત ભક્તો અને શિષ્યોને વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમામ લોકોએ એકતાની ભાવના કેળવી અને સંગઠિત થઈને યુવાનો તથા બહેનોએ પોતાના ઘર અને સમાજને એક કરવા માટે પોતાની વિચારધારાને મજબૂત બનાવવી જોઈએ.શિષ્યોને સંદેશ આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિષ્યોએ વ્યસન, વેર અને વેમ છોડીને સંપીને રહેવું જોઈએ. કોઈપણ વ્યક્તિએ સૌથી પહેલા પોતાના ઘરમાં માતા-પિતાની સેવા કરવી જોઈએ, કારણ કે માતા-પિતાની સેવા એ જ સાચી ગુરુદીક્ષા છે. જ્યાં સુધી માતા-પિતા, વડીલો કે ગાયો દુઃખી છે ત્યાં સુધી ગમે તેટલા ભજન, કથા કે સંતો પાસે જવાથી કોઈ સફળતા મળતી નથી. પરંતુ ઘરમાં વડીલોને સાચો આદર આપવાથી જ તમામ ધર્મો સચવાય છે.#Morbi #RamdhanAshram #GuruPurnima #MorbiNews #Gujarat #BhaveshwariBen #SpiritualNews