મુંબઈના વિખ્યાત કેન્સર સર્જન અને મોરબીના પનોતા પુત્ર ડો. વિક્રમભાઈ સંઘવીનું ભવ્ય બહુમાન: અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમમોરબી અપડેટ : શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મોરબી સંચાલિત, મહેતા કુટુંબ પરિવાર પ્રેરિત, ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 36 વર્ષથી દર બે માસે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આયોજિત ફ્રી કેન્સર નિદાન કેમ્પના 200 કેમ્પની પૂર્ણાહુતિ પ્રસંગે તારીખ 26/07/2026, રવિવારના રોજ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિના પ્રમુખ ભાવેશભાઈ વી. શાહ રહ્યા હતા. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, કિશોરભાઈ મહેતા, પલ્લવીબેન શેઠ (દુબઈ), ચેતનભાઈ એસ. સંઘવી (મુંબઈ) તેમજ અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ, જૈન સમાજના અગ્રણી ભુપતભાઈ સી. દોશી, ગુણવંતીબેન એમ. શાહ અને જ્ઞાતિના પૂર્વ પ્રમુખ જયેશભાઈ સી. શાહ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુંબઈના વિખ્યાત કેન્સર સર્જન અને મોરબીના પનોતા પુત્ર ડો. વિક્રમભાઈ સંઘવી તથા તેમના પરિવારનું સંસ્થા તરફથી તેમજ મોરબીની જુદી જુદી સંસ્થાઓ, જ્ઞાતિઓ અને વિવિધ જૈન સંઘો દ્વારા ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર (મોરબી-રાજકોટ) તેમજ સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી, સ્વ. રેશમાબેન પ્રફુલભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ મહેતા (બાદનપર) દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે જ્ઞાતિજમણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેક્રેટરી ભાવેશભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiNews #CancerDiagnosisCamp #DrVikramSanghvi #FelicitationCeremony #VishaShrimaliVanikJnati #GujaratNews