સૌરાષ્ટ્રના નાગરિકોને ન્યાય મેળવવા અમદાવાદ સુધી લાંબા ન થવું પડે તે માટે રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા માંગ: સૌરાષ્ટ્રભરના વકીલો આજે કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યામોરબી: મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા આજે સમગ્ર સૌરાષ્ટ્રના મધ્યસ્થ કેન્દ્ર રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ શરૂ કરવા માટે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ મામલે મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ હાઈકોર્ટ બેંચ અંગે રજૂઆતો કરવામાં આવી છે અને જો રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ કાર્યરત થાય તો સામાન્ય જનતા, સરકારી અધિકારીઓ, પોલીસ, વકીલો તેમજ સૌરાષ્ટ્રભરના નાગરિકોને સરળતા અને સસ્તી કિંમતે ન્યાય મળી રહે.હાલ સૌરાષ્ટ્રના નાગરિકોને ન્યાય મેળવવા માટે 300 થી 400 કિલોમીટર દૂર અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. સામાન્ય પ્રજાને સરળ અને સસ્તો ન્યાય મળી રહે તે હેતુસર રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ શરૂ કરવામાં આવે તેવી વકીલો અને પ્રજા દ્વારા પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. આ માંગના સમર્થનમાં આજે સૌરાષ્ટ્રભરના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટર કચેરી બહાર 'હાઈકોર્ટ બેંચ લઈને રહીશું' ના નારા સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.#Morbi #MorbiNews #HighCourtBench #Rajkot #MorbiBarAssociation #LawyersProtest #GujaratNews