વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકે સચિનભાઈ કોટેચા, સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા અને ટ્રેઝરર તરીકે જશવંતભાઈ મીરાણીએ લીધા શપથમોરબી અપડેટ : વિશ્વમાં ફેલાયેલ સૌથી મોટી એનજીઓ લાયન્સ ઇન્ટરનેશનલની મોરબી ખાતેની લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગનો 47મો શપથવિધિ સમારંભ 'સમર્પણ' તારીખ 26/07/2026ના રોજ મોરબીના હરભોલે બેન્કવેટ હોલ ખાતે ભવ્ય રીતે યોજાઈ ગયો.આ સમારંભમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ 3232J ડીસી (વિઝન) પ્રદીપભાઈ ભુવા તેમજ ઇન્ડક્શન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ 3232Jના ડીસી (આઈટી) ધીરજલાલ આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ચીફ ગેસ્ટ તરીકે ડિસ્ટ્રિક્ટ 3232Jના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પીએમજેએફ ચંદ્રકાન્તભાઈ દફતરી, ડિસ્ટ્રિક્ટ 3232Jના જીએટી ટીમ જીએમએ કોઓર્ડિનેટર એમજેએફ તુષારભાઈ દફતરી અને મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગેસ્ટ ઓફ હોનર તરીકે ડિસ્ટ્રિક્ટ 3232Jના ઝોન-5 ના ઝોન ચેરમેન કુતુબભાઈ ગોરૈયા અને લિઓ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લિઓ દીપભાઈ મણિયાર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં નવા લાયન વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકે સચિનભાઈ કોટેચા, સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા અને ટ્રેઝરર તરીકે જશવંતભાઈ મીરાણીએ પદાધિકારી તરીકેના શપથ લીધા હતા. નવા વરાયેલા પ્રમુખ દ્વારા આગામી વર્ષ દરમિયાન પણ ક્લબ દ્વારા ચલાવવામાં આવતા સેવાકીય કાર્યોને આગળ વધારીને ક્લબને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ખાતરી આપવામાં આવી હતી.આ અગાઉ ગયા વર્ષના પ્રમુખ દિનેશ વિડજા દ્વારા કાર્યકાળ દરમિયાન થયેલા સેવાકીય કાર્યોની વિગતો જણાવવામાં આવી હતી અને સેક્રેટરી પિયુષભાઈ સાણજા દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગત વર્ષ દરમિયાન ઉત્તમ સેવાકીય કાર્યો કરનાર સભ્યોને દિનેશભાઈ વિડજા દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ સેક્રેટરી અલ્પેશભાઈ પુજારા દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiNews #LionsClubMorbiNazarbagh #Samarpan #InstallationCeremony #Gujarat