કેશવાનંદ બાપુના આશ્રમે પાદુકા દર્શન, સત્યનારાયણ કથા અને ભજન-ભોજન-ભક્તિનો અદભુત ત્રિવેણી સંગમ રચાયોમોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા ધોળેશ્વર સ્મશાન પાસેના શાંતિવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7000 થી વધુ લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.શાંતિવન આશ્રમ પરમ પૂજ્ય કેશવાનંદ બાપુનો આશ્રમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશવાનંદ બાપુ આ પવિત્ર સ્થળે ઘણા વર્ષો સુધી રોકાયા હતા અને તેમણે અહીં કઠોર તપ પણ કર્યું હતું. લોકોમાં આ આશ્રમ અને બાપુનો ભારે મહિમા અને આસ્થા રહેલી છે. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વિશાળ સંખ્યામાં ભક્તોએ આશ્રમમાં પધારીને કેશવાનંદ બાપુની ચરણ પાદુકાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત આશ્રમ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમના પરિસરમાં ભજન, ભોજન અને ભક્તિનો અદભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. દૂર-દૂરથી લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી હતી.#Morbi #MorbiUpdate #GuruPurnima #ShantivanAshram #KeshavanandBapu #MorbiNews #GujaratNews #Mahaprasad