લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ કાવરના જન્મદિન નિમિત્તે સત્યેશ્વર મહાદેવ મંદિરે યોજાયો કાર્યક્રમમોરબી અપડેટ: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી હર હંમેશા સામાજિક, શૈક્ષણિક, પર્યાવરણ અને જીવદયા જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જે અંતર્ગત આજરોજ 'વિશ્વ પ્રકૃતિ દિવસ' તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ ડી. કાવરનો જન્મદિવસ હોય, તેમના અનુદાનથી સત્યેશ્વર મહાદેવ મંદિરે નિઃશુલ્ક 1000 રોપાઓનું વિતરણ કરવામા આવ્યું હતું.આ કાર્યક્રમમાં આયુર્વેદિક અને શીતળ છાંયડો આપતા રોપાઓ વૃક્ષપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓને આપવામાં આવ્યા હતા. 'વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, વરસાદ લાવો' તે હેતુ માટે સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગિરિ અને પિન્ટુગિરિના આશીર્વાદ સહ પ્રેરક હાજરી રહી હતી.આ નિઃશુલ્ક રોપા વિતરણ પર્યાવરણ પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ કાવર, પૂર્વ પ્રમુખો અમરશીભાઈ અમૃતિયા, રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, અમિતભાઈ એસ. સુરાણી, કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી નાનજીભાઈ મોરડીયા, ખજાનચી મણીલાલ જે. કાવર, ચંદુભાઈ કુંડારિયા, મહાદેવભાઈ ઉટવાડિયા, ચેતનભાઈ રાબડીયા, બાલુભાઈ પાંચોટીયા, રાજુભાઈ મણવર તેમજ પાસ્ટ સભ્યો મહાદેવભાઈ ચિખલીયા, જયેશભાઈ સંઘાણી જેવા સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, તેમ સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #LionsClubMorbi #WorldNatureDay #TreePlantation #Environment #SocialService #Gujarat