સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ભાર: ગ્રામજનોના પ્રશ્નો સાંભળી સત્વરે નિકાલ કરવા અપાઈ સૂચનામોરબી: સરકારના જનકલ્યાણકારી આયોજનો અને સેવાઓ છેવાડાના નાગરિકો સુધી સહજતાથી પહોંચે તેવા ઉદ્દેશ સાથે હળવદ તાલુકાના જૂના અમરાપર ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહીને ગ્રામજનોને સરકારની વિવિધ હિતકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. આ રાત્રીસભા દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગ્રામજનો સાથે સંવાદ સાધીને તેમના સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા તથા સંબંધિત વિભાગના અધિકારીઓને તે પ્રશ્નોના ત્વરિત અને સકારાત્મક નિકાલ અર્થે જરૂરી સૂચનાઓ આપી હતી.#Morbi #Halvad #JunaAmarapar #NightAssembly #CollectorMorbi #GujaratNews