વવાણીયામાં રેલવે સ્ટેશન પાછળ તેમજ ભાવપરમાં તળાવના કાંઠે જામેલી જુગારની મહેફિલ પર દરોડોમોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બે અલગ અલગ દરોડામાં ભાવપર ગામના તળાવ કાંઠે તેમજ વવાણીયા ગામે રેલવે સ્ટેશન પાછળ જુગારની મહેફિલ પર દરોડો પાડી 11 આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ 26 હજારથી વધુની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે ભાવપર ગામના તળાવ કાંઠે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુસ્તાક હાસમભાઈ સુમરા રહે.માણેકવાડા, મસરુ સિંધાભાઈ વેસરા, ચંદુભા જીલુભા જાદવ, યુનુસ અબ્દુલભાઇ રાઉમાં અને ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા રહે.તમામ ભાવપર વાળાઓને ઝડપી લઈ રોકડા રૂ.11,320 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે વવાણીયા ગામના રેલવે સ્ટેશન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સનાભાઈ દેવાભાઈ સોમાણી રહે.વવાણીયા, રમેશભાઈ કાનજીભાઈ ચારોલા રહે.ચમનપર, રાજભા મયૂભા દરબાર રહે.વવાણીયા, રાઘવજીભાઈ શિવલાલભાઈ કાવર રહે.લક્ષ્મીવાસ, વ્રજલાલ શિવાભાઈ કાવર રહે.લક્ષ્મીવાસ અને શૈલેષભાઇ પ્રભુભાઈ ખીમાણીયા રહે.વવાણીયા વાળાઓને રોકડા રૂપિયા 14,850 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.