મોરબી અપડેટ : આવતીકાલે તારીખ 29 જુલાઈ ને બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી આલાપ રોડ ફીડર સવારે 8-30 થી બપોરના 2-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમાં આવતા મધુરમ સોસાયટી, અંજની પાર્ક, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા જણાવાયું છે.