મેન્ટેનન્સની કામગીરીને કારણે કેરાળા, રાજા, એરિકોન, વિનાર્ટ, આલાપ રોડ અને ટીટેનિયમ ફીડર રહેશે બંધમોરબી અપડેટ : મોરબી અને ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 29/07/2026 ને બુધવારના રોજ વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.કયા વિસ્તારો અને ફીડર રહેશે બંધ?મોરબી ઔદ્યોગિક પેટા વિભાગસવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી કેરાળા જેજીવાય, રાજા અને એરિકોન ઇન્ડસ્ટ્રિયલ ફીડર બંધ રહેશે. જેના કારણે હરીપર અને કેરાળા ગામ તેમજ સદર ફીડર અંતર્ગત આવતા તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગભરતનગર એસએસમાંથી નીકળતું વિનાર્ટ ફીડર સવારે 8:00 થી બપોરે 2:00 કલાક સુધી અને ટીટેનિયમ ફીડર સવારે 11:00 થી બપોરે 1:00 કલાક સુધી મેન્ટેનન્સ અર્થે બંધ રહેશે.આલાપ રોડ ફીડરઆવતીકાલે તારીખ 29 જુલાઈ ને બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી આલાપ રોડ ફીડર સવારે 8-30 થી બપોરના 2-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમાં આવતા મધુરમ સોસાયટી, અંજની પાર્ક, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાક, વાણિજ્ય અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #PowerCut #Maintenance #Kerala #Ghuntu #MorbiIndustry #GujaratPower