બાળકોમાં રાષ્ટ્રભાવના અને સનાતન સંસ્કારોનું સિંચન કરવાનો લેવાયો સંકલ્પમોરબી અપડેટ : વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ અને દુર્ગાવાહિની મોરબી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે તા. 26 જુલાઈ 2026 ને રવિવારના રોજ રવાપર રોડ પર આવેલી નીલકંઠ સ્કૂલ ખાતે એક દિવસીય બાળ સંસ્કાર વર્ગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આવનારી પેઢીના ઘડતર અને રાષ્ટ્રહિત અંગે ચર્ચાઆ પ્રશિક્ષણ વર્ગમાં વિહિપ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંતના ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત તેમજ વિહિપ દુર્ગાવાહિની ટોળી સદસ્ય કૃપાબેન લાલ વિશેષ માર્ગદર્શન અર્થે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આપણી આવનારી પેઢીના બાળકો સુસંસ્કૃત, આત્મસંયમી, વિવેકવાન અને રાષ્ટ્રહિત તેમજ 'રાષ્ટ્ર સર્વોપરી' ના સૂત્ર સાથે પોતાના જીવનમાં આગળ વધે અને તેમના શ્રેષ્ઠ ઘડતર માટે કેવા પ્રયાસો કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.ગૌરવશાળી ઇતિહાસ અને દેશભક્તિના પાઠકાર્યક્રમ દરમિયાન બાળકોને નાનપણથી જ ભારતના ગૌરવશાળી ઇતિહાસ, બોધકથાઓ તેમજ દેશભક્તિના ગીતો જેવા વિષયો સાથે જોડીને 'राष्ट्र स्वाहा, इदं राष्ट्राय, इदं न मम' ના સૂત્ર સાથે દરેક બાળકમાં રાષ્ટ્રભાવના પ્રગટ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.સનાતન સંસ્કારોના સિંચનનો લેવાયો સંકલ્પઆ કાર્યક્રમના અંતમાં વર્ગમાં ઉપસ્થિત તમામ દુર્ગા અને માતાઓએ ઈશ્વરને સાક્ષી માનીને પોતપોતાના વિસ્તારોમાં બાળકોમાં સનાતન સંસ્કારો, દેશભક્તિ અને સદ્ગુણોની ભાવનાનું સિંચન કરવાનો મક્કમ સંકલ્પ લીધો હતો.#MorbiUpdate #MorbiNews #VHP #DurgaVahini #Matrushakti #BalSanskarVarg #Morbi #SanatanSanskriti #GujaratNews