રાહતદરે દવાખાનું, ગાયોને ઘાસચારો અને સમૂહ લગ્ન જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ કાર્યમાં પણ સહયોગ મોરબી અપડેટ : મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી માધાપરવાડી ખાતેની ત્રણેય શાળાઓના 860 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી ફૂલસ્કેપ બુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.ટ્રસ્ટની વિવિધ માનવસેવા અને શિક્ષણ કાર્યમાં સહયોગઆ બુક વિતરણ કાર્યક્રમ અંતર્ગત પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા, માધાપરવાડી કુમાર શાળા તેમજ માધાપરવાડી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષભર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જેમાં રાહતદરે દવાખાનું અને ફ્રી દવા, ગાયો માટે દરરોજ 50 મણ લીલું ઘાસ, દર મહિને પક્ષીઓ માટે 10 મણ ચણ, દર રવિવાર અને મંગળવારે સવા મણ લાપસી તેમજ ગુંદી-ગાંઠિયાનો પ્રસાદ અને દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન જેવા પ્રકલ્પો સતત કાર્યરત છે.ટ્રસ્ટી મંડળ અને કાર્યકરોની જહેમતઆ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ઘનુભા જાડેજા, ઉપ પ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા તેમજ ટ્રસ્ટીઓ કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા, નરેન્દ્રસિંહ રાણા, દિગુભા જાડેજા અને ગજુભા ચુડાસમા સહિતના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર ફૂલસ્કેપ બુક વિતરણનું વ્યવસ્થાપન અરવિંદભાઈ કૈલા દ્વારા કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #MorbiNews #MeldiMaaTrust #MadhaparwadiSchool #BookDistribution #SocialService #Morbi