પતિ સાથેના સામાન્ય ઝઘડાથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલા માજીનું કાઉન્સિલિંગ કરી સહી સલામત પરિજનોને સોંપવામાં આવ્યામોરબી અપડેટ : મોરબીમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વધુ એક પ્રશંસનીય અને માનવીય અભિગમ દાખવતી કામગીરી કરવામાં આવી છે. એક જાગૃત નાગરિકના કોલના આધારે 181 ટીમે ગભરાયેલી હાલતમાં મળી આવેલા એક વયોવૃદ્ધ માજીનું કાઉન્સિલિંગ કરી તેમને તેમના પરિવાર સાથે હેમખેમ મિલન કરાવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે એક અજાણી વયોવૃદ્ધ માજી ગભરાયેલી અને ચિંતિત હાલતમાં છે, જેમને તાત્કાલિક મદદની જરૂર છે. આ માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઇ ત્વરિત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ માજીને સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા હતા. સૌપ્રથમ 181 ટીમ દ્વારા માજીને સાંત્વના આપી તેમની સાથે આત્મીયતાથી વાતચીત કરીને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.કાઉન્સિલિંગમાં સામે આવ્યું ઘરેથી નીકળવાનું કારણવયોવૃદ્ધ માજીનું સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરતા તેમણે પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના પતિ કાયમ નાની-નાની વાતે ઝઘડો કરતા હોવાથી તેમને ખૂબ જ લાગી આવ્યું હતું. જેના કારણે તેઓ કંટાળીને ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.પરિવારને સોંપી કાયદાકીય માર્ગદર્શન અપાયુંત્યારબાદ અભયમ ટીમે માજીએ જણાવેલા સરનામે પહોંચી તેમને સહી સલામત રીતે પરિવારને સોંપ્યા હતા. ટીમે તેમના પરિવારના સભ્યોનું પણ યોગ્ય કાઉન્સિલિંગ કરી જરૂરી સલાહ, સૂચન અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભવિષ્યમાં આવા સામાન્ય ઝઘડા ન કરવા અને વયોવૃદ્ધ માજીનું યોગ્ય ધ્યાન રાખી રાજીખુશીથી પરિવાર સાથે રહેવા સમજાવવામાં આવ્યા હતા. વૃદ્ધાનું સહી સલામત મિલન થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને 181 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Abhayam181 #181WomenHelpline #MorbiPolice #SeniorCitizenCare #SocialWork #GujaratPolice