અઢી મહિનાથી ખોદાયેલા 12 ફૂટ ઊંડા ખાડાને કારણે શિવકુંજ અને વિજયનગર સોસાયટીના રહીશો હાલાકીમાં: 10 દિવસમાં કામ નહીં થાય તો જાતે ખાડો પૂરી દેવાની ચીમકીમોરબી: મોરબીના કન્યા છાત્રાલય રોડ પર રાધે ક્રિષ્ના સ્કૂલની પાછળ આવેલી શિવકુંજ સોસાયટી અને વિજયનગર સોસાયટી વિસ્તારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે 12 ફૂટ ઊંડી ગટર ખોદવાની કામગીરી અઢીથી ત્રણ મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી કોઈપણ કામ કર્યા વગર અધૂરું કામ છોડી દેવાતા સ્થાનિક રહીશો અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ભયના ઓથાર નીચે અવરજવર કરવા મજબૂરએક મહિનામાં કામગીરી પૂરી કરી દેવાની ખાતરી આપ્યા છતાં અઢીથી ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં કામ પૂર્ણ થયું નથી. જેના કારણે શિવકુંજ સોસાયટી સહિતના વિસ્તારોના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ આ વિસ્તારમાં લોકોએ તરાપો નાખીને ભયના ઓથાર નીચે પસાર થવું પડી રહ્યું છે. તેથી મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે કે જો કોઈ વ્યક્તિને ઇજા પહોંચે કે જીવ જાય તો જવાબદારી કોની ? ખાસ કરીને અહીંયાથી બાળકો પસાર થાય છે ત્યારે કઈ અનિચ્છનીય ઘટના બનશે પછી જ તંત્ર જાગશે ? નાલા પાસેની દીવાલ તૂટી, માત્ર માટી નાખી ખાડાપૂરું કામનાલા પાસે આવેલી દીવાલ તૂટી ગઈ હોવાને કારણે કોઈપણ સમયે વાહનો નાલામાં પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે, મહાનગરપાલિકા દ્વારા માત્ર એક ટ્રેક્ટર માટી નાખીને થૂંકના સાંધા જેવી મરામત કરવામાં આવી છે. ભારે વરસાદ કે ભારે વાહનો પસાર થવાથી આ માટી ખસી જાય તેવી સ્થિતિ છે અને વિજયનગર જતો મુખ્ય રસ્તો પણ બંધ થઈ જાય તેવી હાલત સર્જાઈ છે. અગાઉ એક વર્ષ પહેલાં પણ આ પુલિયા પર ભુવો પડ્યો હતો ત્યારે પણ માત્ર માટી નાખી સંતોષ માની લેવાયો હતો.આના કરતા તો નગરપાલિકા જ સારી હતી: મહિલાઓનો આક્રોશઆ તમામ બાબતે સ્થાનિક મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા દોડાદોડ કરે છે, પરંતુ પ્રજા મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ જોવા પણ નથી આવતું. 'આના કરતા તો જૂની નગરપાલિકા સારી હતી, ઓછામાં ઓછી અગવડ તો નહોતી પડતી.' મહાનગરપાલિકા બન્યા બાદ આખું મોરબી ખાડામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ છે. અને કોર્પોરેટર માત્ર વિડીયો બનાવીને જોતા રહે છે કામ થતું નથી તેથી રીલ નહીં રિયલ સમસ્યા પર ધ્યાન દેવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો.10 દિવસનું અલ્ટિમેટમ: ખાડો જાતે પૂરી દેવાની ચીમકીસ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસની અંદર આ ખાડા અને ગટરની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા જાતે જ JCB બોલાવીને આ ખાડો પૂરી દેવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #KanyaChhatralayRoad #PublicOutrage #CivicIssues #MorbiRoads #GujaratNews