દફનવિધિ માટે અપૂરતી અને પથરાળ જમીન હોવાથી ભારે હાલાકી: અગાઉ દફનાવેલ મૃતકોના અવશેષો બહાર આવતા હોવાની ગંભીર રજૂઆતમોરબી અપડેટ (હળવદ) : હળવદ તાલુકાના ચરાડવા ગામના દલિત સમાજના આગેવાનો તથા 100 થી વધુ ગ્રામજનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને કલેક્ટરને એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં દફનવિધિ માટે નવી જમીન ફાળવવા અંગે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે.હાલની જમીન અપૂરતી અને પથરાળઆવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ચરાડવા ગામમાં અનુ.જાતિની આશરે 2000 થી 2500 જેટલી વસ્તી વસે છે. પરંતુ હાલમાં સમાજને દફનવિધિ માટે જે જગ્યા ફાળવવામાં આવી છે, તે વસ્તીના પ્રમાણમાં અત્યંત અપૂરતી અને સંપૂર્ણપણે પથરાળ છે. આ કારણોસર મૃતકની દફનવિધિ માટે સામાન્ય રીતે જાતે ખાડો ખોદવો અશક્ય બને છે અને ફરજિયાતપણે દર વખતે જેસીબી મશીન ભાડે લાવવું પડે છે. સમાજના મોટાભાગના લોકો ગરીબ હોવાથી આર્થિક ખર્ચ તેમને પોસાતો નથી, અને સમયાંતરે જેસીબી ન મળવાથી દફનવિધિમાં ભારે વિલંબ થાય છે.જગ્યાના અભાવે માનવ ગરિમાને ઠેસજગ્યાના અભાવે જ્યારે નવી દફનવિધિ માટે ખાડો ખોદવામાં આવે છે, ત્યારે જગ્યા ઓછી હોવાથી અગાઉ દફનાવેલ વ્યક્તિઓના અવશેષો બહાર આવી જાય છે. આ અત્યંત દુઃખદ બાબત મૃતકના પરિવારજનોની લાગણીઓને ભારે ઠેસ પહોંચાડે છે અને માનવ ગરિમાની સદંતર વિરુદ્ધ છે.તંત્રનો મૌખિક ઇનકારઆગેવાનોના જણાવ્યા અનુસાર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અગાઉ વર્ષ 2016 અને 2018 માં તથા તા. 04/12/2024 ના રોજ નિયત નમૂનામાં વિધિવત અરજી કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા અને સ્થળ તપાસ (પંચરોજકામ) પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, તંત્ર દ્વારા હાલમાં એવું મૌખિક કારણ ધરવામાં આવ્યું છે કે 'માંગણીવાળી જમીન રોડ પર હોવાથી ભવિષ્યમાં સરકારી કચેરી બનાવવા માટે રિઝર્વ રાખવાની છે.'માનવતાના ધોરણે સત્વરે જમીન ફાળવવા માંગઅનુ.જાતિના આગેવાનો દ્વારા મક્કમ માંગ કરવામાં આવી છે કે દફનવિધિ જેવી અતિસંવેદનશીલ બાબતને ધ્યાનમાં રાખીને, માનવતાના ધોરણે તા. 04/12/2024 ની અરજી મુજબની જમીન દલિત સમાજના શ્મશાન હેતુ તાત્કાલિક નિમ કરવા યોગ્ય હુકમ કરવામાં આવે અને પીડિત સમાજને ત્વરિત ન્યાય આપવામાં આવે.#Morbi #Halvad #Charadva #DalitSamaj #MorbiCollector #MorbiUpdate #GujaratNews #MorbiNews #LocalNews