વિદ્યાર્થીઓ અને યુવાનોના રાષ્ટ્રવ્યાપી આંદોલનની સફળતાની ઉજવણી: કોંગ્રેસ કાર્યાલયથી સરદાર પટેલની પ્રતિમા સુધી રેલી નીકળીમોરબી અપડેટ: યુવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ભારતવર્ષમાં કરવામાં આવેલા આંદોલનને પગલે ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામાની ખુશીમાં મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા એક ભવ્ય 'વિજય માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય માર્ચમાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને ઉજવણી કરી હતી.આ કાર્યક્રમ આજે સાંજે યોજવામાં આવ્યો હતો. મોરબી કોંગ્રેસ કાર્યાલયથી આ વિજય માર્ચની શરૂઆત થઈ હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને નવા બસસ્ટેન્ડ સામે આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. માર્ચમાં જોડાયેલા લોકોએ સરદાર પટેલની પ્રતિમા પાસે એકત્ર થઈને આંદોલનની સફળતાને યુવા શક્તિની મોટી જીત ગણાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #YouthCongress #VijayMarch #StudentProtest #GujaratNews