તાલુકા અને જિલ્લા કક્ષાના જે ખેલાડીઓના ખાતામાં ઇનામી રકમ જમા ન થઈ હોય તેમણે જરૂરી આધાર-પુરાવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રજૂ કરવામોરબી : મોરબી જિલ્લામાં ‘ખેલ મહાકુંભ 2025’ અંતર્ગત તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓની ઇનામી રકમની સુચારુ ચુકવણી અન્વયે ખેલ મહાકુંભ 2025 માં વિજેતા બનેલા જે ખેલાડીઓના બેંક ખાતામાં આજદિન સુધી રોકડ પુરસ્કારની રકમ જમા થઈ નથી, તેવા ખેલાડીઓને તાકીદે જરૂરી આધાર-પુરાવા જમા કરાવવાના રહેશે.આવા તમામ વિજેતા ખેલાડીઓએ તા. 29/07/2026 ના રોજ બપોરે 2 કલાક પહેલાં પોતાના રજીસ્ટ્રેશન સ્લીપની નકલ તથા બેંક વિગત (કેન્સલ ચેક અથવા પાસબુકના પ્રથમ પાનાની નકલ) રૂબરૂ અથવા ટપાલ મારફતે ‘જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલ સામે, સૂર્યકીર્તિ-1, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-૨’ ખાતે જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદા સુધીમાં માહિતી પૂરી ન પાડનાર ખેલાડીઓના રોકડ પુરસ્કાર અંગે કચેરીની કોઈ જવાબદારી રહેશે નહીં, તેમ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.