40 પ્લસની કેટેગરીમાં 100% પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકે પણ શાનદાર રમત દર્શાવીમોરબી : મોરબી વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત એક ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ત્રણ અલગ-અલગ કેટેગરીમાં કુલ 50 થી વધુ સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વિસ પદ્ધતિ (Swiss Tournament) થી રમાયેલી આ ટુર્નામેન્ટમાં જજ તરીકે વિનોદભાઈ પરમારે સેવા આપી હતી. અને તેઓના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું, જેઓ મોરબી ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન અને જવાહર નવોદયમાં આર્બિટર તથા કોચિંગ સેમિનાર સાથે સંકળાયેલા છે.વિવિધ કેટેગરીમાં વિજેતાઓની યાદી:13 થી 18 વર્ષ (કેટેગરી A):પ્રથમ ક્રમ: વેદાંત પિન્ટુભાઈ મૈજડીયાદ્વિતીય ક્રમ: ક્રિશ કૌશિકભાઈ ઉભડિયાકોન્સોલેશન પ્રાઈઝ: ધ્રુવ સંજયભાઈ કણસાગરા19 થી 39 વર્ષ (કેટેગરી B):પ્રથમ ક્રમ: જય રમેશભાઈ વાઘેલિયાદ્વિતીય ક્રમ: યશ નરોત્તમભાઈ ધરોડીયા40 અને તેથી વધુ ઉંમર (કેટેગરી C):પ્રથમ ક્રમ: દિલીપભાઈ માવજીભાઈ બરાસરા દ્વિતીય ક્રમ: ધર્મેશભાઈ સુંદરજીભાઈ બરાસરાકોન્સોલેશન પ્રાઈઝ: અલ્પેશભાઈ જેન્તીભાઈ ધરોડીયાપ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકે રમતગમતની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુંઆ ટુર્નામેન્ટની સૌથી વિશેષ વાત એ હતી કે 40 પ્લસની કેટેગરીમાં કોન્સોલેશન પ્રાઈઝ જીતનાર અલ્પેશભાઈ જેન્તીભાઈ ધરોડીયા 100% પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને સારું પ્રદર્શન કરી અન્ય સ્પર્ધકો માટે પ્રેરણા પૂરી પાડી હતી. વધુમાં, વરિયા પ્રજાપતિ સમાજના ચેસમાં રસ ધરાવતા ખેલાડીઓ માટે તાલીમ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વરિયા પ્રજાપતિ સમાજના ચેસના રમતવીરોએ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત ભાવેશ વામજા (કાર્યકારી પ્રમુખ, વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ), જગદીશભાઈ સખનપરા (સુરેન્દ્રનગર), રમણીકભાઈ બરાસરા અને પ્રવીણાબેન સવાડીયાએ હાજરી આપી હતી. આયોજનને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની યુવા ટીમના સભ્યો ભાવિન નારણીયા, આકાશ સખનપરા, મૌલિક વાઘેલીયા, દિવ્યેશ ઘુમલીયા, કેતન ધરોડિયા, રાહુલ ધરોડિયા, જયેશ બારેજિયા, વિજય વડાવિયા, પ્રફુલ્લ સવાડીયા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #ChessTournament #VariyaPrajapatiSamaj #SportsNews #BlindChessPlayer #MorbiEvents