લાલપર પાસે કટ પણ ખુલ્લો રખાયો, મોટા ટોલટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીની નિંભરતા સામે લોકોમાં રોષમોરબી અપડેટ : મોરબી નેશનલ હાઈવે પર મકનસરથી લઈને લાલપર સુધીના માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ હાલતમાં પડી છે. આ રોડ પર અંધારપટ છવાઈ જવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.અંધારાના કારણે રફાળેશ્વર પાસે વાછડીનું નીપજ્યું મોતઆજે રફાળેશ્વર પાસે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારામાં વાહનચાલકને રસ્તા પરથી પસાર થઈ રહેલી વાછડી દેખાઈ ન હતી. વાહન સાથે જોરદાર અથડાતાં વાછડીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. અંધારાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે આ રોડ પરથી પસાર થવું ભયજનક બની ગયું છે.મોટા ટોલ વસૂલાય છે, પણ કામગીરીના નામે મીંડુંસ્થાનિકો દ્વારા લાંબા સમયથી બંધ લાઈટો તાત્કાલિક રિપેર કરવાની માગણી કરવામાં આવી રહી છે, પરંતુ હાઈવે ઓથોરિટી નિંભર બનીને બેઠી છે. વાહનચાલકો પાસેથી મસમોટા ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ વાહનચાલકોની સુરક્ષા અને સુવિધાના નામે કામગીરી શૂન્ય જોવા મળી રહી છે.લાલપર પાસે ખુલ્લા કટથી અકસ્માતની દહેશતએકતરફ લાઈટો બંધ છે તો બીજી તરફ લાલપર પાસે છેલ્લા 10 દિવસથી વધુ સમયથી રોડ પર કટ પણ એમ જ ખુલ્લો રાખી દેવામાં આવ્યો છે. અંધારામાં આ ખુલ્લો કટ નજરે ન પડતાં અહીં પણ અવારનવાર અકસ્માતો સર્જાય છે. હાઈવે ઓથોરિટી લોકોની સમસ્યા ઉકેલવામાં સાવ વામણી પુરવાર થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે તાત્કાલિક ધોરણે લાઈટો ચાલુ કરવામાં આવે તેવી સખત માગ ઊઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNationalHighway #StreetLightIssue #MorbiNews #AccidentProneZone #MakanSar #Lalpar #Rafaleshwar #NHAI #TrafficSafety #MorbiDistrict