મંગલમ વિદ્યાલયની 34 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીંહળવદ : હળવદ તાલુકામાં એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. હળવદના મિયાણી ગામ નજીક એક ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓને લઈને જતી બસ અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી, જેના કારણે માસૂમ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, આ બસ મંગલમ વિદ્યાલયની હતી અને તેમાં 34 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. આ બસ મિયાણી, ટીકર, અજીતગઢ અને નવા ઘાટીલા ગામના વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. રસ્તા પરથી બસ અચાનક નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી અને તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. જોકે, અકસ્માતની જાણ થતાં જ ચિંતિત વાલીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. #MorbiUpdate #Halvad #SchoolBusAccident #MangalamVidyalaya #MorbiNews #GujaratNews #HalvadNews