ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા કોઝવેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી સમારકામ, ગ્રામજનો અને ખેડૂતોને મળી મોટી રાહતમોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ્ય સંપર્ક રસ્તાઓ પૂર્વવત રાખવા અને લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત સક્રિયતા દાખવવામાં આવી રહી છે. જે અંતર્ગત હળવદ તાલુકામાં આવેલા ટીકર ગામ પાસેના કોઝવે પર ચોમાસાના કારણે નુકસાન થયું હતું. આ બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયસર આયોજન હાથ ધરીને કોઝવેની મરામતની કામગીરી હાલ સુચારુ રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઝવેનું સમારકામ પૂર્ણ થયા બાદ રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ સુરક્ષિત જણાતાં તંત્ર દ્વારા વાહનવ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.ટીકર કોઝવે ચાલુ થવાના કારણે ખેડૂતો, સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોનો રોજિંદો વાહનવ્યવહાર સુગમ બન્યો છે. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને તંત્ર દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #Halvad #Tikar #RoadRepair #MonsoonUpdate #MorbiAdministration