સીઝનમાં સૌથી વધુ વરસાદ વાંકાનેરમાં, સૌથી ઓછો ટંકારામાંમોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ બે દિવસ સુધી મેઘરાજાએ પોરો ખાધા બાદ રવિવારે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં હળવદમાં ૩૫ મીમી એટલે કે, દોઢ ઈંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો.સાથે જ મોરબી અને માળીયા મિયાણામાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેતા ૩થી ૫ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે ટંકારા અને વાંકાનેર કોરાધાકોડ રહ્યા હતા.ફ્લડ કંટ્રોલરૂમ મોરબીના આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમીયાન જિલ્લામાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો હતો.જેમાં માળીયા તાલુકામ છેલ્લા ૨૪ કલાકમાં ૩ મીમી અને મોસમનો કુલ વરસાદ ૨૯૦ મીમી વરસાદ નોંધાયો હતો.મોરબી તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫ મીમી વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૩૦૯ મીમી થયો છે. જો કે, ટંકારા તાલુકમાં વરસાદ વરસ્યો ન હતો અહીં મોસમનો કુલ વરસાદ ૧૬૯ મિ.મી. નોંધાયો છે. વાંકાનેર તાલુકામા પણ ૨૪ કલાકમાં વરસાદ વરસ્યો ન હતો.અહીં મોસમનો કુલ વરસાદ ૩૧૦ મિ.મી. થયો છે.જ્યારે હળવદમાં ૨૪ કલાકમાં ૩૫ મીમી વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૨૫૮ મીમી થયો છે.