ટ્રાફિક પોલીસ અને યદુનંદન ગૌશાળાની ટીમે 1 કલાકની મહેનત બાદ નંદીને બચાવ્યોમોરબી : મોરબીના રવાપર રોડ ચોકડી પાસે સાંજના સમયે એક નંદી અચાનક કેનાલમાં ખાબક્યો હતો. કેનાલમાં પડી ગયા બાદ બહાર નીકળવાના સતત પ્રયાસ કરવા છતાં નંદી બહાર નીકળી શકતો ન હતો અને કેનાલમાં જ આમ-તેમ આટા મારીને દોડાદોડ કરી રહ્યો હતો.આ ઘટના અંગેની જાણ થતાં જ ટ્રાફિક PSI ડી. બી. ઠક્કર તથા તેમની સાથેના ટ્રાફિક પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે તાત્કાલિક યદુનંદન ગૌશાળાનો સંપર્ક કરી તેમની ટીમને સ્થળ પર બોલાવી હતી. યદુનંદન ગૌશાળાની ટીમ અને ટ્રાફિક પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચીને કેનાલમાં ફસાયેલા નંદીને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. આશરે 1 કલાકની કઠિન જેહમત બાદ નંદીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ અને ગૌશાળાની આ સરાહનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #AnimalRescue #TrafficPolice #YadunandanGaushala #MorbiCity