મોરબી : સુરત ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર પ્રસાર આયામની અખિલ ભારતીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં ભારતભરમાંથી તમામ ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાઓ તેમજ રાષ્ટ્રીય હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.રાષ્ટ્રીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિઆ બેઠકમાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર, અખિલ ભારતીય સંયુકત મહામંત્રી તેમજ પ્રચાર પ્રસાર આયામના પાલક ડૉ. સુરેન્દ્ર જૈન, અખિલ ભારતીય પ્રચાર પ્રસાર પ્રમુખ વિજય શંકર તિવારી, અખિલ ભારતીય સોશિયલ મીડિયા પ્રમુખ રાકેશ પાંડે તથા પ્રચાર પ્રસાર કેન્દ્રીય ટોલીના અન્ય સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનના પ્રચાર-પ્રસાર અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સૌરાષ્ટ્ર પ્રાંત અને મોરબીમાંથી હોદ્દેદારોની હાજરીઆ અખિલ ભારતીય બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી પ્રચાર પ્રસાર પ્રમુખ ભાવિકભાઈ ભટ્ટ, સહ પ્રમુખ ભાસ્કરભાઈ મકવાણા, સૌરાષ્ટ્ર પ્રાંત સહ વિશેષ સંપર્ક પ્રમુખ હિરેનભાઈ રૂપારેલીયા, પ્રચાર પ્રસાર ટોળી સદસ્ય પરાગભાઈ તન્ના અને હિરેનભાઈ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સ્થાનિક સ્તરેથી મોરબી જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ ધ્રુમનભાઈ રાઠોડ તેમજ માતાના મઢ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ ભાનુશાળીએ પણ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રતિનિધિ તરીકે આ બેઠકમાં સક્રિય હાજરી આપી હતી.#Morbi #MorbiUpdate #VHP #VishvaHinduParishad #Surat #MorbiNews #Saurashtra #HinduParishadMeet #VHPIndia