માળિયા અને વાંકાનેરના રસ્તાઓ નગરપાલિકાને સોંપવા તેમજ 16 મા નાણાપંચના આયોજન સહિતના 15 મુદ્દાઓ એજન્ડામાં સામેલમોરબી : મોરબી જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભા 12 ઓગસ્ટ ને બુધવારના રોજ સવારે 11:30 કલાકે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ (રૂમ નંબર 19) માં બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર અને જિલ્લા પંચાયત પ્રમુખ ગીતા રમેશ દુબરીયાની અધ્યક્ષતામાં વિવિધ 15 જેટલા મહત્વપૂર્ણ એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવશે.મળતી માહિતી મુજબ, આ સામાન્ય સભામાં અગાઉની બેઠકોની કાર્યવાહી અને ઠરાવોની અમલવારીને બહાલી આપવાની સાથે પ્રશ્નોત્તરી માટે 1 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર નિર્ણય લેવાશે.- મોરબી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં બિનખેતી જમીન પર લેવાતા ઉપકરના દરો 01/08/2026 થી એકસમાન નિયત કરવા બાબતે.* સામાજિક ન્યાય સમિતિના કો-ઓપ્ટ સભ્ય કાળા ગોકુળ મકવાણા તથા જિલ્લા શિક્ષણ સમિતિમાંથી જિલ્લા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજૂર કરી નવી નિમણૂકો કરવા બાબતે.* માળિયા અને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ સંબંધિત નગરપાલિકાઓને સોંપી દેવા બાબતે.* જિલ્લા પંચાયત સ્વભંડોળ વર્ષ 2026-27 અને 16 મા નાણાપંચ વર્ષ 2026-27 ના આયોજન અંગેની ચર્ચા.* વર્ષ 2025-26 અંતર્ગત સ્વભંડોળ અને રેતી રોયલ્ટીના અગાઉ મંજૂર થયેલા કામોની મુદત વધારવા અંગે નિર્ણય.#Morbi #MorbiDistrictPanchayat #MorbiNews #MorbiUpdate #GeneralBoardMeeting #Wankaner #Maliya #GujaratNews