બાઇક છોટાઉદેપુરથી પાંચ વર્ષ પહેલાં ચોરાયું હોવાનું ખુલ્યુંમોરબી અપડેટ : મોરબી એલસીબી ટીમે ઊંચી માંડલ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાઇક છોટાઉદેપુરથી પાંચ વર્ષ પહેલાં ચોરાયું હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે મોરબી-હળવદ રોડ પર ઊંચી માંડલ પાસેથી એક શખ્સને આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ ચલાવતો રોક્યો હતો. પોલીસે આ શખ્સ પાસે બાઇકના કાગળો માંગતા તેણે પોતાની પાસે કોઈ કાગળો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે પોકેટકોપ એપમાં સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે આ બાઇક આશરે 5 વર્ષ પહેલા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું. આ વાહન ચોરી અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં 25/01/2021 ના રોજ આઈપીસી કલમ 379 મુજબ એ-પાર્ટ ગુના રજિસ્ટર નંબર 11184002210059/2021 હેઠળ ગુનો નોંધાયેલ હતો.આ મામલે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેનું નામ વિક્રમભાઈ લુલજીભાઈ બાવાભાઈ નાયકા (ઉંમર 29) હોવાનું સામે આવ્યું છે. આરોપી હાલ મોરબીના જીકીયારી ગામમાં મનીષભાઈ સવજીભાઈ ચાપાણી પટેલની વાડીમાં રહીને મજૂરી કામ કરે છે અને મૂળ છોટાઉદેપુરના કુંભાણી ગામનો વતની છે. પોલીસે આરોપી પાસેથી 25000 રૂપિયાની કિંમતનું હીરો હોંડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (એન્જિન નંબર 06M15E29972 તથા ચેસિસ નંબર 06M16F26925) કબજે કર્યું છે.એલસીબીએ પકડાયેલા શખ્સની અટકાયત કરી કબજે કરેલા બાઇક સાથે તેને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આ ઉપરાંત આ બાબતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ જોડાયો હતો.#MorbiUpdate #MorbiNews #LCBMorbi #CrimeBranch #GujaratPolice #BikeTheft #ChhotaUdepur #CrimeNews #MorbiPolice