માર્ગ અને મકાન વિભાગ દ્વારા 'વેટ મિક્સ'થી મરામત કામગીરી શરૂ : ચોમાસા બાદ સમગ્ર માર્ગ પર ડામર પેચવર્ક કરી કાયમી મરામત કરવાની જાહેરાતમોરબી: મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવે સહિત માર્ગો પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર અંતે જાગ્યું છે. હાલ તંત્ર દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામ કેટલા દિવસ હવે ટકે છે તે પણ જોવાનું રહ્યું.માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રાજકોટ-મોરબી રોડ પર ચેનેજ 62 થી 64 (RHS) સુધીના અગ્રતાની જગ્યાઓએ તેમજ ટંકારા પછીના વિવિધ ક્ષતિગ્રસ્ત સ્થળોએ ‘વેટ મિક્સ’ મેટલ નાખીને રસ્તાના પૂરાણ અને સમારકામની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાહેર કરાયુ છે. જ્યારે અન્ય સ્થળોએ આ કામગીરી પ્રગતિ હેઠળ છે. વધુમાં, ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ સમગ્ર અસરગ્રસ્ત માર્ગ પર ડામર પેચવર્ક દ્વારા કાયમી અને ટકાઉ મરામત કરવામાં આવશે, જેથી આ મહત્વપૂર્ણ માર્ગોને વધુ સુરક્ષિત અને સુવિધાસભર બનાવી શકાય તેવું માર્ગ અને મકાન વિભાગે જાહેરાત કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે વેટ મિક્સથી કરવામાં આવેલું આ કામ ચોમાસા દરમિયાન કેટલો સમય ટકશે અને વાહનચાલકોને ક્યારે ખરેખર રાહત મળશે?#MorbiUpdates #RajkotMorbiHighway #RoadRepair #MorbiNews #GujaratRoads #Tankara #MonsoonRepair