મોરબી : મોરબી નજીક આવેલ લાલપર ગામ પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં દૂષિત કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. મચ્છુ 2 ડેમ સાથે જોડાયેલી આ કેનાલમાં કેમિકલવાળું ફીણયુક્ત પાણી વહી રહ્યું હોવાનું વિડિયોમાં જોઈ શકાય છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કેનાલમાં વહી રહેલા પાણીમાં સફેદ ફેણ વળી રહ્યા છે જે સ્પષ્ટ દર્શાવે છે કે આ સામાન્ય પાણી નથી પરંતુ કેમિકલયુક્ત દૂષિત પ્રવાહી છે. ફેકટરી દ્વારા કેનાલમાં સીધું જ કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. આ કેનાલનું પાણી મચ્છુ 2 ડેમ તેમજ આસપાસના વિસ્તારોમાં જતું હોવાથી લોકોના આરોગ્ય અને પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરીને કેનાલમાં કેમિકલ ઠાલવતા જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Machhu2Dam #Lalpar #MorbiBranchCanal #WaterPollution #GujaratNews #Environment issue