3.5 કલાકમાં વરસ્યો અનરાધાર વરસાદ, જળબંબાકાર જેવી સ્થિતિમોરબી : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાત્રે 7:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીના માત્ર 3.5 કલાકના સમયગાળામાં પંથકમાં 4 થી 5 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો હતો. 5 થી વધુ ગામોમાં મુસળધાર વરસાદ સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકસણીયા અને તાલુકા પંચાયત સદસ્ય કેતન વિડજાના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે ઘાટીલા, વેજલપર, ખાખરેચી, કુંભારીયા, વેણાસર સહિતના 5 થી વધુ ગામોમાં ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રે 11:30 વાગ્યા પછી વરસાદનું જોર ધીમું પડતાં ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું હતું. અચાનક આવેલા આ વરસાદથી પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.#MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #RainUpdate #GujaratRain #WeatherUpdate #Morbi Weather