પાણીની આવક 2394 ક્યુસેક નોંધાઇ : મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 10 ગામોને એલર્ટ કરાયામોરબી : મોરબી તાલુકાના જીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનાનો ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવાની ફરજ પડી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 2364 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 2364 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. સિંચાઈ વિભાગના ચેતવણી સંદેશ મુજબ, મોરબી તાલુકાના જીકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, સાપર, જેતપર (મચ્છુ) અને રાપર તેમજ માળિયા (મીં) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી સહિત કુલ 10 ગામોને સાવચેતીના પગલાં લેવા એલર્ટ કરવામાં આવ્યા છે.#MorbiUpdate #MorbiNews #GhodadhroiDam #Morbi #Maliya #DamAlert #GujaratRain #Monsoon2026